ખેલ-જગત
News of Thursday, 26th November 2020

વિકેટકીપર- બેટસમેન તરીકેની ભૂમિકા કેમ ભજવવીએ ધોનીએ શીખવ્યું: રાહુલ

સ્પિનરોને જુદી- જુદી પિચ ઉપર કંઈ લેન્થથી બોલિંગ કરવીએ શીખવીશ, ત્રણેય ટૂર્નામેન્ટમાં વિકેટકીપીંગ કરવી ગમશે

સિડનીઃ ભારતના વિકેટકીપર - બેટ્સમેન કે.એલ.રાહુલે કહ્યું હતું કે વિવિધ પરિસ્થિતિમાં વિકેટકીપરે પોતાની ભૂમિકા કઈ રીતે ભજવવીએ ધોની જેવું કોઈ ન કરી શકે.

વર્ચ્યુઅલ પ્રેસ- કોન્ફરન્સમાં રાહુલે કહ્યું હતું કે ધોનીનું સ્થાન કોઈ ન પૂરી શકે. વિકેટકીપર- બેટ્સમેને પોતાની ભૂમિકા કઈ રીતે ભજવવીએ વિશે ધોનીએ શીખવ્યું હતું. હું પણ સ્પિનરોને અલગ- અલગ પિચ પર કઇ લેન્થ પર બોલિંગ નાખવી એ શીખવીશ. ન્યુઝીલેન્ડમાં રમાયેલી સિરીઝમાં આ કામ મેં કર્યુંર્ હતું.

રાહુલે કહ્યું હતું કે મારી બેટિંગ પાવર- હીટિંગ નથી, પરંતુ મને મળેલી જવાબદારીને પૂરી કરવાનો પ્રયાસ હું કરૃં છું. તમે જેમ- જેમ અનુભવી બનતા જાઓ તેમ- તેમ તમારે વધુ સારા બનવાનું હોય છે. રોહિત શર્માની ગેરહાજરીમાં રાહુલને ભારતનો વાઈસ- કેપ્ટન પણ બનાવાયો છે.

રાહુલે કહ્યું કે ટીમ બહુ આગળનું નથી વિચારતી. અમે માત્ર હાલની પરિસ્થિતિનો જ વિચાર કરીએ છીએ. મારી વાત કરૃં તો આ ત્રણ વર્ષ દરમ્યાન રમાનારી આઈસીસીની ત્રણેય ટુર્નામેન્ટમાં વિકેટકીપિંગ કરવાનું મને ગમશે.

(4:04 pm IST)