ખેલ-જગત
News of Thursday, 26th November 2020

ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે બન્યા આઈસીસીના નવા ચેરમેન

દુબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી)ના વડા ગ્રેગ બાર્કલે આઈસીસીના નવા ચેરમેન બન્યા છે. તેમણે સિંગાપુરના ઈમરાન ખ્વાજાને હરાવ્યા છે. ખ્વાજાને ભારતના શશાંક મનોહરે રાજીનામું આપ્યા પછી વચગાળાના ચેરમેન બનાવાયા હતા. ઓકલેન્ડમાં કોમર્શિયલ લોયર રહેલા બાર્કલે ૨૦૧૨થી ન્યૂઝીલેન્ડ ક્રિકેટના હેડ હતા.

પ્રથમ રાઉન્ડમાં ઈલેકટ્રોનિક મતદનમાં કુલ ૧૬માંથી બાર્કલેને ૧૦ અને ખ્વાજાને ૬ વોટ મળ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં બહુમત ન મળતા બીજા રાઉન્ડનું મતદાન થયું હતું. આઈસીસીના નવા નિયમ મુજબ ઉમેદવારે કુલ વોટ(૧૬)ના બ તૃતિયાંશ વોટ મળવા જરૂરી છે. એટલે ચેરમેન બનવા ૧૧ વોટ હોવા જોઈએ.

(2:27 pm IST)