ખેલ-જગત
News of Monday, 26th August 2019

યુવા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ ચેમ્પિયનમાં એકો ગણાવતો વિરાટ કોહલી

 

ભારતે એંટિગા ટેસ્ટના ચોથા દિવસે મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારતીય ટીમને રવિવારે વેસ્ટ ઈન્ડીઝની બીજી ઈનિંગ્સ લગાવવામાં ફક્ત 26.5 ઓવર લાગી. તે પહેલા રવિવારે ભારતે પોતાની બીજી ઈનિંગ્સ 7 વિકેટ પર 343 રન બનાવી. ત્યારબાદ ટીમને જીતવા માટે 419 રનોનોં લક્ષ્યાંક મળ્યો. જીત બાદ કેપ્ટન વિરાટ કોહલીએ અજિંક્ય રહાણેની પ્રશંસા કરી. સાથે તેને યુવા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ ચેમ્પિયનમાં એકો ગણાવ્યો.

કોહલીએ કહ્યું કે, ‘જ્યારે અમે પહેલા પણ અહિંયા (વેસ્ટ ઈન્ડીઝ)માં રમ્યાં હતા ત્યારે રિઝલ્ટ અમારા માટે ખુબ સારું રહ્યું.’ કોહલીએ કેપ્ટન વગર વિદેશી ધરતી પર 12મીં જીત મેળવી. તે વિદેશી ધરતી પર સૌથી વધારે મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો. તેની સાથે તેણે 27મીં ટેસ્ટ જીત મેળવીને સૌથી સફળ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી.

કોહલીએ પ્રથમ ઈનિંગ્સમાં 81 અને બીજી ઈનિંગ્સમાં 102 રનોની સદીની ઇનિંગ્સ રમનાર અજિંક્ય રહાણેની પ્રશંસા કરી. કોહલીએ કહ્યું કે રહાણેએ બંને ઈનિંગ્સમાં ખુબ સારી બેટિંગ કરી. તેણે કહ્યું કે, ‘અમારી સખત મહેનત કરવી પડી. મેચમાં ઓછામાં ઓછી ત્રણ કે ચારવાર વાપસી કરવી પડી.’

કોહલીએ પ્લેયરોના વર્કલોડ પ્રબંધન વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે જ્યાં સુધી ટેસ્ટ મેચ ચેમ્પિયનશિપની વાત છે તો જસપ્રીત બુમરાહ માટે ખુબ મહત્વપૂર્ણ રહેશે.

કોહલીએ કહ્યું કે ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને બુમરાહ એક બોલિંગ યૂનિટ તરીકે ખુબ સારી બોલિંગ કરી રહ્યો છે. ટીમ કોમ્બિનેશન વિશે કેપ્ટને કહ્યું કે સમગ્ર રીતે વાત પર નિર્ભર કરે છે કે કોઈ પ્લેયર કેવી રીતે એકથી વધારે સ્કિલમાં માહિર છે. તેણે કહ્યું કે ઉપલબ્ધ સંસાધનોનો પ્રબંધન અને ટીમના રૂપમાં સેટલ ફીલ કરવાનું છે.

(4:00 pm IST)