ખેલ-જગત
News of Wednesday, 26th June 2019

વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલની નિવૃત્તિના પ્લાનમાં ફેરફાર:હવે ભારત સામે રમશે

વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલની નિવૃત્તિના પ્લાનમાં ફેરફાર થયો છે હવે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારત વિરુદ્ધ યોજાનારી ઘરેલુ વન-ડે અને ટેસ્ટ શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લશે. ગેલે ગત મહિને કહ્યું હતું કે, હાલની વિશ્વકપ બાદ તેઓ સંન્યાસ લઇ લેશે પરંતુ, ભારત વિરુદ્ધ યોજાનારી મેચની પૂર્વ સંધ્યા પર તેમણે કહ્યું કે તેમણે મન બદલી લીધું છે.

ગેલે કહ્યું કે, હજુ પૂર્ણ નથી થયું, હજુ મારે કેટલીક મેચો રમવી છે. કદાચ એક સિરીઝ રમી શકું છે. કોણ જાણે છે, શુ ખબર આવુ થઇ જાય. મારી યોજના વિશ્વ કપ બાદની હતી. હું ભારત વિરુદ્ધ એક ટેસ્ટ મેચ પણ રમી શકું છું અને કદાચ હું નિશ્ચિત પણે ભારત વિરુદ્ધ વન-ડે પણ રમીશ. હું T20 નહી રમુ. વિશ્વ કપ બાદ મારી આ યોજના છે. વેસ્ટ ઇન્ડિઝના મીડિયા મેનેજર ફિલિપ સ્પૂનરે બાદમાં પુષ્ટિ કરી કે ગેલ રાષ્ટ્રીય ટીમ માટે છેલ્લી સિરીઝ રમશે. તેમણે પીટીઆઇને કહ્યું, હાં, ક્રિસ પોતાની છેલ્લી સિરીઝ ભારત વિરુદ્ધ રમશે.

ભારતના વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં ત્રણ T20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ સામેલ છે. T20 ઇન્ટરનેશનલ સાથે ભારતના પ્રવાસની શરૂઆત ત્રણ ઓગસ્ટે થશે. જે બાદ વન-ડે આઠ ઓગસ્ટથી અને ટેસ્ટ મેચ 22 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી રમાશે. ગેલ 103 ટેસ્ટ મેચમાં 42.19ની સરેરાશથી 7215 રન કર્યા છે જ્યારે 294 વન-ડેમાં 10345 રન બનાવી ચુક્યા છે. T20માં તેમણે 58 મેચ રમીને 1627 રન કર્યાં છે.

(9:02 pm IST)