ખેલ-જગત
News of Wednesday, 26th June 2019

છાતીમાં દુખાવો થવાથી હોસ્પિટલાઇઝ બ્રાયન રૂમમાં જલદી પાછો ફરીશ : રીપોર્ટ નોર્મલ : આજે રજા આપશે

મુંબઈ : વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન લારા ને અચાનક છાતીમાં દુઃખાવો ઊપડતાં મુંબઈ માં પરેલ માં આવેલી ગ્લોબલ હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યો છે. જોકે તેને આજે જ ડિસ્ચાર્જ આપવામાં આવે એવી શકયતા છે. મીડિયાના અહેવાલ પ્રમાણે ડોકટરોએ લારા પર એન્જિયોગ્રાફી કરી હતી, પણ રિપોર્ટમાં જોખમ ન દેખાતા એન્જીયોપ્લાસ્ટી જરૂર નહોતી પડી.

(1:37 pm IST)