ખેલ-જગત
News of Wednesday, 26th June 2019

ઈન્ડિયા સામેની મેચ ઈઝી નથી, પણ અમે અમારૂ બેસ્ટ આપીશુ : શાકિબ

૨ જુલાઈએ ભારત-બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

સધમ્પ્ટન : વર્લ્ડ કપની દાવેદાર ગણાતી ભારતીય ટીમ આવતી કાલે મેન્ચેસ્ટરમાં વેસ્ટ ઇન્ડીઝ સાથે બાથ ભીડ શે. આ મેચ ને લઈને બંગલા દેશના ઓલરાઉન્ડર શાકિબ અલ-હસને જણાવ્યું હતું કે બે જુલાઈએ ભારત સામે થનારી બંગલા દેશ ની મેચ ઇઝી નહીં હોય, પણ બંગલા દેશની ટીમ પોતાનું બેસ્ટ આપશે.

વર્લ્ડ કપના ૨૦૦૭માં થયેલા એડિશનમાં બંગલા દેશ ભારતીય ટીમને પાંચ વિકેટે હરાવી હતી અને એ વાત યાદ કરતાં શાકિબ નું કહેવું છે કે ટીમ ઇન્ડિયા ભલે પોઈન્ટ ટેબલ માં ટોપના સ્થાન માં આવતી હોય, પણ બંગલા દેશની ટીમ તે મને ફાઈટ આપી શકે છે. એ માટે અમે સક્ષમ પણ છીએ. અમે અમારો બેસ્ટ પર્ફોર્મન્સ આપીશું.

(1:37 pm IST)