ખેલ-જગત
News of Wednesday, 26th June 2019

હમ ભી હૈ જોશ મેં

મેન્ચેસ્ટર : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતીકાલે મેન્ચેસ્ટરમાં ટક્કર જામવાની છે. આ મેચને લઈને ઈન્ડિયન ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જીમમાં તૈયારી કરી રહ્યો છે. કસરત કરતો તેનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ઘણો ચર્ચાયો છે. આ વિડિઓને શેર કરતા કોહલીએ લખ્યું છે કે હવે દિવસ બાકી નથી, હાડવર્ક વગર કંઈ થઈ શકતું નથી.  વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માં ભારતીય ટીમે હજી સુધી એક પણ હાર નથી જોઈ અને પોઇન્ટ-ટેબલ પર એ ૯ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે, જયારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ત્રણ પોઇન્ટ સાથે આઠમા ક્રમાંકે છે.

આજની તારીખમાં ફિટનેસ ધરાવતાં ક્રિકેટરોની યાદીમાં કોહલી લોકપ્રિય છે. મોટા ભાગે તે જિમ માં પોતાના સાથી પ્લેયરો સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કરતો હોય છે. જોકે આ વિડીયો માં તે એકલો વર્કઆઉટ કરતા દેખાઈ રહ્યો છે. વર્લ્ડ કપમાં ભારત હવે વેસ્ટ ઇન્ડિઝ સિવાય ઇંગ્લેન્ડ, બંગલા દેશ અને શ્રીલંકા સામે અનુક્રમે ૩૦ જૂન, બીજી જુલાઈ અને ૬ઠ્ઠી જુલાઈએ મેચ રમશે.

(1:36 pm IST)