ખેલ-જગત
News of Wednesday, 26th June 2019

વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ટીમ વચ્ચે એજેબેસ્ટન મેદાનમાં રોમાંચક મુકાબલો

અંતિમ-૪ માં જવા માટે પાકિસ્તાનને હજુ પોતાની બધી મેચ જીતવી પડશે

આઈસીસી વર્લ્ડ કપ-૨૦૧૯ માં આજે એજેબેસ્ટન મેદાન પર પાકિસ્તાનનો સામનો ન્યુઝીલેન્ડથી થવાનો છે. અંતિમ-૪ માં જવા માટે પાકિસ્તાનને હજુ પોતાની બધી મેચ જીતવી પડશે. છેલ્લી મેચમાં પાકિસ્તાને હેરિસ સોહેલને તક આપી હતી અને તેમને તકનો સંપૂર્ણ ફાયદો ઉઠાવતા શાનદાર અડધી સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડ સામે પણ હેરિસ સોહેલથી તેવી જ આશા હશે. જયારે બાબર આઝમ, મોહમ્મદ હાફીઝને પણ મોટી ભૂમિકા નિભાવી પડશે. ફખર જમાનથી પણ ટીમને ઘણી આશા હશે.

બોલિંગમાં મોહમ્મદ આમિર તેમના મુખ્ય બોલર છે જે અત્યાર સુધી ૧૫ વિકેટ લઇ ચુક્યા છે. પાકિસ્તાનની બોલિંગ તેમના પર નિર્ભર છે. વહાબ રિયાઝ અને હસન અલીને તેમને નિરંતર સાથ આપવાની જરૂરત છે. પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા તેમની ફિલ્ડીંગ છે, અહી તેમને સુધાર કરવાની જરૂરત છે.

જ્યારે ન્યુઝીલેન્ડ ટીમ સંપૂર્ણ રીતે સંતુલિત છે અને કોઈપણ પરીસ્થિતિમાં જીતવાની તાકાત રાખે છે. વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂઆતમાં બે વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ કેપ્ટન કેન વિલિયમ્સન અને અનુભવી રોસ ટેલરે ટીમને સંભાળી હતી. કેન વિલિયમ્સન અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે અને પાકિસ્તાનના બોલરો સામે સૌથી મોટી મુશ્કેલી બની શકે છે. જયારે કોલિન ડી ગ્રાંડહોમ, લોકી ફર્ગ્યુસન પણ નીચેથી મોટા શોટ રમવાની ક્ષમતા રાખે છે.

(12:24 pm IST)