News of Thursday, 26th May 2022
અમેરિકા સહિત પાંચ દેશોને મહિલા વન-ડેનો દરજજો
નવી દિલ્હીઃ આઇસીસીએ જાહેરાત કરી હતી કે હવેથી અમેરિકા, નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, થાઇલેન્ડ અને પપુઆ ન્યુ ગિની(પીએનજી)દેશની મહિલા ટીમ વિમેન્સ વન-ડે ઇન્ટરનેશનલ રમી શકશે.
આ દેશોને આ દરજજો તાત્કાલિક અમલમાં આવે એ રીતે અપાયો છે.
(4:26 pm IST)