ખેલ-જગત
News of Thursday, 26th May 2022

કમિન્‍સની કમાણી ૧૧ કરોડ રૂપિયાઃ ઓસ્‍ટે્રલિયામાં સૌથી વધુ કમાતો ક્રિકેટર

હેઝલ વૂડ ૮.૬૭ કરોડ, વોર્નર ૮.૨૧ કરોડ , સ્‍ટાર્ક ૭.૬૭ કરોડ, સ્‍મિથ ૭.૧૧ કરોડની કમાણી

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલિયાનો ટેસ્‍ટ-સુકાની પેટ કમિન્‍સ દેશભરના ક્રિકેટરોમાં હાઇએસ્‍ટ-પેઇડ ખેલાડી છે. તે વર્ષે ૨૦ લાખ ઓસ્‍ટ્રેલિયન ડોલર (અંદાજે ૧૧ કરોડ રૂપિયા) કમાય છે.

૨૯ વર્ષના કમિશન  પછી બીજા નંબર પર તેનો સાથી-બોલર જોશ હેઝલવુડ (૧૬ લાખ ડોલર-૮.૭૬ કરોડ રૂપિયા), ડેવિડ વોર્નર (૧૫ લાખ ડોલર-૮.૨૧ કરોડ રૂપિયા) ત્રીજા નંબર પર, મિચલ સ્‍ટાર્ક (૧૪લાખ ડોલર-૭.૬૭ કરોડ રૂપિયા) ચોથા નંબર પર અને સ્‍ટીવ સ્‍મિથ (૧૩ લાખ ડોલર-૭.૧૧ કરોડ રૂપિયા)પાંચમા નંબર પર છે. માર્નસ લબુશેન અને નેથન લાયન ત્‍યાર પછીના ક્રમે છે.  

(4:08 pm IST)