News of Saturday, 26th May 2018
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને સરસાઈ મેળવી
નવી દિલ્હી: બાબરા ૬૮, શફિકના ૫૯ અને અઝહર અલીના ૫૦ની મદદથી પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગને સહારે સરસાઈ મેળવતા પોતાની સ્થિતિ મજબુત કરી લીધી હતી. ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ ગઈકાલે જ ૧૮૪ના સ્કોર પર ખખડી ગઈ હતી. જે પછી પાકિસ્તાને ઈંગ્લેન્ડના બોલિંગ આક્રમણનો મક્કમતાથી સામનો કરતાં સ્થિતિ સુધારી હતી. વિકેટનો ક્રમ: ૧-૧૨ (ઇમામ, ૫.૩), ૨-૮૭ (સોહૈલ, ૩૬.૬), ૩-૧૧૯ (અઝહર, ૪૫.૫), ૪-૨૦૩ (શફિક, ૭૦.૫), ૫-૨૨૭ (સરફરાઝ, ૭૮.૬), ૫-૨૪૬ (બાબર, ૮૪.૨) બોલિંગ : એન્ડરસન ૧૯-૪-૬૬-૧, બ્રોડ ૨૩-૯-૫૦-૧, વૂડ ૧૮-૪-૪૪-૧, સ્ટોક્સ ૧૮-૫-૬૫-૨, બૅસ ૧૬-૦-૫૫-૦.
(4:10 pm IST)