ખેલ-જગત
News of Saturday, 26th May 2018

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડના રેકોર્ડની બરાબરી કરી એલેસ્ટર કૂકે

નવી દિલ્હી: પાક. સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઊતરતાંની સાથે એલેસ્ટર કૂકે સતત ૧૫૩મી ટેસ્ટ મેચ રમવાની સિદ્ધિ મેળવતાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડના રેકોર્ડની બરાબરી કરી હતી. કૂકે ૨૦૦૬માં ભારત સામે નાગપુરમાં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને તે મેચમાં સદી ફટકારી હતી પરંતુ બીમાર પડતાં તે સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. તે પછી કૂકે ઇંગ્લેન્ડ તરફથી દરેક ટેસ્ટ મેચ રમી હતી. તેનાં નામે ૧૨ હજારથી વધુ રન બનાવ્યા છે. કૂકે પછી ઇંગ્લેન્ડ તરફથી પ્રત્યેક ટેસ્ટ મેચ રમી છે. તેમણે ૧૨ હજારથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. બોર્ડરે જ્યારે પોતાની ૧૫૩મી ટેસ્ટ મેચ રમ્યો હતો ત્યારે તેઓ ૩૮ વર્ષના હતા જ્યારે કૂક હાલમાં ૩૩ વર્ષનો છે. બોર્ડરે આને ઉલ્લેખનીય ઉપલબ્ધી બતાવ્યું છે. તેમણે એક સમાચારમાં જણાવ્યું છે કે 'મને વિશ્વાસ નહતું કે કોઈ વારંવાર ટેસ્ટ મેચોમાં રમીને મારા રેકોર્ડના નજીક પહોંચશે પરંતુ શાનદાર છે. હું પાછળના ઘણા વર્ષોથી તેમનો પ્રશંસક રહ્યો છું. 

(4:10 pm IST)