ખેલ-જગત
News of Saturday, 26th May 2018

તિરંદાજીમાં ભારતને સિલ્વર - બ્રોન્ઝ મેડલ

ભારતીય તિરંદાજોએ વર્લ્ડકપના બીજા ચરણમાં સિલ્વર અને બ્રોન્ઝ એમ બે મેડલો જીતી સારી શરૂઆત કરી છે. જયોતિ સુરેખા, મુસ્કાન અને દિવ્યા દલાલની જોડીએ મહિલાઓના કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધામાં ચીની તાઈપેને હરાવી સિલ્વર મેડલ જીત્યો હતો.

ડબલ્સમાં અભિષેક વર્મા અને જયોતિની જોડીએ બ્રોન્ઝના મુકાબલામાં બેલ્જીયમમાં રેજીનાલ્ડ કુલ્સ અને સારાને ૧૫૮-૧૫૫થી હરાવ્યા હતા. દિપીકા કુમારી, પ્રેમિલા અને અંકિતા ભગતે બ્રોન્ઝ મેડલની સ્પર્ધામાં આ જોડી સાથે ચીની તાઈપે સામે મેદાનમાં ઉતરશે.(૩૭.૬)

(4:07 pm IST)