ખેલ-જગત
News of Saturday, 26th May 2018

ઈંગ્લેન્ડમાં 100 બોલની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધોની

વિરાટ અને રોહિત શર્મા ચોગ્ગા-છગ્ગા ફટકારશે !

નવી દિલ્હી :ઈંગ્લેન્ડમાં 2020માં પ્રસ્તાવિત 100 બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જો બીસીસીઆઈ પાસેથી પરવાનગી મળે તો ભારતના કેટલાક દિગ્ગજ ખેલાડીઓ કેપ્ટન વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની સામેલ થઇ શકે છે તેમને આ ટૂર્નામેન્ટમાં રમવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) પાસેથી પરવાનગી પણ મળી શકે છે.

 અંગ્રેજી વેબસાઈટ ડેલીમેડ ડોટ કોમ યૂકે અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગના બજારને બચાવવા માટે વિદેશી લીગોમાં પોતાના ખેલાડીઓને મોકલનાર બીસીસીઆઈ આ 100- બોલની ટૂર્નામેન્ટમાં રમવા માટે પોતાના ખેલાડીઓ પરવાનગી આપી શકે છે.

  રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા અને બાકીના બીજા ટોપ ભારતીય ખેલાડીઓ આની પ્રથમ સિઝનમાં ભાગ લેવાથી ટૂર્નામેન્ટને ઘણો ફાયદો થશે. આ પહેલા બીસીસીઆઈએ મહિલા ક્રિકેટ ખેલાડીઓને આ વર્ષે થનાર સુપર લીગ ટી-20 ટૂર્નામેન્ટમાં રમવાની પરવાનગી આપી દીધી છે.

   સમાચાર તેવા પણ છે કે, બીસીસીઆઈ ભારતીય ખેલાડીઓને બીજી લીગમાં રમવાની તક આપવા માટે પણ વિચાર કરી રહી છે. જો આવું થાય છે તો ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓને બીજા દેશની પિચ અને પરિસ્થિતિને સમજવાની તર મળશે. જેથી ટીમ ઈન્ડિયાને વિદેશી પ્રવાસ પર પિચને સમજવામાં મુશ્કેલી પડશે નહી, હાલમાં તો બીસીસીઆઈએ માત્ર મહિલા ક્રિકેટર્સને વિદેશી લીગમાં રમવાની રજા આપી દીધી છે

 

(1:44 pm IST)