ખેલ-જગત
News of Saturday, 26th May 2018

ચેન્નાઇની ફાઇનલ સુધી સફર

ટોપ ટીમને તમામ મેચોમાં હરાવીને તાકાત દર્શાવી

        મુંબઇ, તા. ૨૬ : મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની હાઇ પ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચને લઇને મુંબઇ અને દેશભરમાં ભારે ઉત્સુકતા દેખાઇ રહી છે. પ્રથમ ક્વાલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની સામે હારી ગયા બાદ હવે ફાઇનલમાં બદલો લેવા માટે સનરાઇઝ હૈદરાબાદની ટીમ સજ્જ દેખાઇ રહી છે. ચેન્નાઇ સુપરની ફાઇનલ સુધીની સફર નીચે મુજબ છે

*    સાતમી એપ્રિલના દિવસે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપરે મુંબઇ ઇન્ડિયન્સ પર એક વિકેટે જીત મેળવી લીધી હતી. આ મેચ મુંબઇ ખાતે રમાઇ હતી

*    દસમી એપ્રિલના દિવસે રમાયેલી પાંચમી મેચમાં ચેન્નાઇ ખાતે કોલકત્તા પર ચેન્નાઇએ પાંચ વિકેટે જીત મેળવી હતી

*    ૧૫મી એપ્રિલના દિવસે મોહાલીમાં રમાયેલી ૧૨મી મેચમાં પંજાબે ચેન્નાઇ પર ચાર રન જીત મેળવી લીધી હતી

*    ૨૦મી એપ્રિલના દિવસે ૧૭મી મેચમાં કોલકાતામાં ચેન્નાઈ સુપર કિંગ્સની રાજસ્થાન રોયલ્સ ઉપર ૬૪ રને જીત મેળવી લીધી હતી

*    ૨૨મી એપ્રિલના દિવસે હૈદરાબાદમાં સનરાઇઝ પર ચેન્નાઇ સુપરની ચાર રને જીત થઇ

*    ૨૫મી એપ્રિલના દિવસે બેંગલોરમાં ૨૪મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની રોયલ ચેલેન્જર્સ ેંબેંગ્લોર પર પાંચ વિકેટે જીત

*    ૨૮મી એપ્રિલના દિવસે રમાયેલી મેચમાં ચેન્નાઈ સામે મુંબઈની આઠ વિકેટે જીત થઇ. આ મેચ આઈપીએલની ૨૭મી મેચ હતી

*    ૩૦મી એપ્રિલના દિવસે રમાયેલી મેચમાં ચેન્નાઇ સુપરે દિલ્હી પર ૧૩ રને જીત મેળવી હતી. આઇપીએલની આ ૩૦મી મેચ હતી

*    ત્રીજી મેના દિવસે આઇપીએલની ૩૩મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ચેન્નાઇ સુપર પર છ વિકેટે જીત મેળવી લીધી હતી

*    પાચમી મેના દિવસે આઇપીએલની ૩૫મી મેચમાં ચેન્નાઈની રોયલ ચેલેન્જર્સ પર છ વિકેટે જીત

*    ૧૧મી મેના દિવસે આઇપીએલની ૪૩મી મેચમાં ચેન્નાઇ પર રાજસ્થાને ચાર વિકેટે જીત મેળવી

*    ૧૩મી મેના દિવસે આઇપીએલની ૪૬મી મેચમાં ચેન્નાઇ સુપરે હૈદરાબાદ પર આઠ વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૮મી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૫૨મી મેચમાં દિલ્હીની ચેન્નાઇની સામે જીત થઇ

*    ૨૦મી મેના દિવસે રમાયેલી આઇપીએઅલની ૫૬મી મેચમાં ચેન્નાઇએ પંજાબ પર પાંચ વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૨૨મી એપ્રિલના દિવસે મુંબઇમાં રમાયેલી આઇપીએલ-૧૧ની પ્રથમ ક્વાલિફાયરમાં ચેન્નાઇએ હૈદરાબાદ પર બે વિકેટે જીત મેળવી ફાઇનલમાં કુચ કરી

(12:43 pm IST)