ખેલ-જગત
News of Monday, 26th April 2021

આઇપીએલમાં સૌથી વધુ રન હશે શુભમન ગિલનાઃ ડેવિડ હસી

કલકત્તા નાઇટ રાઇડર્સની અંગે ટીમનો ઓપનર શુભમન ગિલ ટીમના મેન્‍ટર ડેવિડ હસીએ ભવિષ્‍યવાણી કરતાં કહ્યું છે કે શુભમન ટુર્નામેન્‍ટના અંતે સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ થશે.

ડેવિડ હસીએ કહયું કે તે એક સ્‍ટાર ખેલાડી છે. તેણે ઓસ્‍ટ્રેલિયા સામેની ટેસ્‍ટ મેચમાં ઘણું સારૂં પ્રદર્શન કરી બતાવ્‍યું હતું. તે પોતાના કામને લઇને ઘણો ઇમાનદાર છે. હું માત્ર એટલું કહું છું કે ફોર્મ આવતું - જતું રહે, પણ તમારે તમારૂં સ્‍તર બનાવી રાખવું પડે છે. મેદાનની અંદર અને મેદાનની બહાર તે એક સારી લેવલનો બેટસમેન છે. મારી વાત ધ્‍યાનમાં રાખો તો ટુર્નામેન્‍ટના અંતે તે સર્વાધિક રન બનાવનારા બેટસમેનમાં સ્‍થાન પામશે.

(4:04 pm IST)