ખેલ-જગત
News of Friday, 26th April 2019

રેડબુલ રેઇન : અમદાવાદની એડિશન ટીમ ઇન્કમટેક્સે જીતી

અમદાવાદ સીટી વિજેતાઓ જૂનમાં નેશનલમાં લડશેઃ વૈશ્વિક ૩વી૩ બાસ્કેબોલ ટૂર્નામેન્ટ દેશમાં પ્રથમવાર આવી

અમદાવાદ,તા. ૨૬: અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં રેડ બુલની વૈશ્વિક ૩વી૩ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટની સૌપ્રથમ અમદાવાદ એડિશન યોજાઇ હતી. ૩૨ ટીમોમાં ક્વીક પેસ બાસ્કેટબોલના રોમાંચક ડીસ્પ્લેમાં ટીમ ઇન્કમટેક્સે તેના પ્રતિસ્પર્ધી સ્કાય બાસ્કેટબોલર્સને અમદાવાદ સીટી કવોલિફાયર્સ ફાઇનલમાં ૨૦-૧૫થી હાર આપી હતી અને અમદાવાદ ક્વોલિફાયર્સમાં પ્રવેશી હતી. ટીમ ઇન્કમટેક્સે અમદાવાદ બોલર્સને સેમીફાઇનલ-૧માં ૧૮-૧૨થી અને સ્કાય બાસ્કેટબોલર્સે એસએક્સસીએને ૧૭-૧૪થી બીજી સેમી ફાઇનલ-૨માં હાર આપી હતી. અમદાવાદ સિટી વિજેતાઓ હવે જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઇ ખાતે યોજાનારી નેશનલમાં લડશે અને ભારતીય વિજેતા ચાલુ વર્ષે યોજનારી વર્લ્ડ્ઝ ફાઇનલ્સમાં પ્રતિનિધિત્વ કરવા માટે આગળ વધશે. રેડ બુલ રેઇન એ સ્ટેમિના, શક્તિની ટેસ્ટ છે, તેમજ પ્રતિસ્પર્ધીને આપેલા સમય (૧૦ મિનીટ)માં હરાવી દેવા માટે વધુને વધુ પોઇન્ટસ હાંસલ કરવાનો પ્રયત્ન કરે છે. ૧૬ વર્ષની વય ધરાવતા પુરુષો માટે ખુલ્લી રેડ બુલ રેઇન્સ વિશિષ્ટ નિયમનો ઉપયોગ કરે છે. એફઆઇબીએના નિયમોની ગેઇમ પ્લે પર આધારિત હોય છે. ઇન્કમટેક્સ ટીમ સભ્યો – વિનય કૌશિક (સી), કાસી રાજન, ધવલ ઉલ્વા, ક્રિશ્નપાલસિંહ ગોહીલે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. રેડ બુલ દેશભરમાં ટૂર્નામેન્ટની કામગીરી હાથ ધરવા માટે પરસ્યુટ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે. પરસ્યુટ ઇન્ડિયા એ ભારતમા બાસ્કેટબોલમાં અગ્રણી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની છે. પરસ્યુટ ઇન્ડિયાના સીઇઓ વિશ્નુ રવી શંકરે જણાવ્યું હતું કે, અમે રેડ બુલ રેઇન લાવનાર રેડ બુલ સાથે, ભાગીદારી કરતા આનંદ અનુભવીએ છીએ, જે ભારતમા તેમની સૌપ્રથમ ૩વી૩ ટૂર્નામેન્ટ છે. રેડ બુલ રેઇન ભારતમા બાસ્કેટબોલને અનેક સ્તરે આગળ ધપાવશે. આ ફોર્મેટ અપરિપક્વને નેશનલ પ્લેટફોર્મ પર સ્પર્ધા કરવામાં સહાય કરે છે અને રમતનું હાઇ ઓક્ટેન પેસ પ્રેક્ષકોને રોમાંચ અપાવશે. આ પહેલ સાથે એનર્જીડ્રીંક માંધાતા રેડ બુલ ભારતમાં બાસ્કેટબોલને નીચલા સ્તરેથી પ્રોત્સાહન આપીને અને દર્શકો અને ખેલાડીઓ માટે પહોંચવાની બહોળી યોજના સાથે બાસ્કેટબોલનો નવો ચાહક વર્ગ ઊભો કરવા માગે છે. તા.૧૬ એપ્રિલથી શરૂ થયેલી બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ હાલમાં ૧૨ શહેરો જેમ કે ચેન્નઇ, બંગલોર, અમદાવાદ, ગોવા, હૈદરાબાદ, પૂણે, મુંબઇ, ઐઝવાલ, ગુવાહાટી, દિલ્હી, લુધિયાણા અને જયપુરમાં યોજાઇ રહી છે. શહેરના વિજેતાઓ જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઇ ખાતે યોજનારી નેશનલ્સમાં રમશે અને ભારતીય વિજેતા ચાલુ વર્ષના ઉત્તરાર્ધમાં યોજાનારી વર્લ્ડ ફાઇનલ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

(9:52 pm IST)