ખેલ-જગત
News of Friday, 26th April 2019

સૌરવ ગાંગુલીની વર્લ્ડકપ ભવિષ્યવાણી

ભારત જ ચેમ્પિયન બનશે

ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સેમી ફાઈનલમાં પહોંચશે

કલકત્તા : ૨૦૦૩ના વર્લ્ડકપમાં ભારતને ફાઈનલ સુધી લઈ જનાર ભૂતપૂર્વ અગ્રેસીવ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મીડીયાને કહ્યું હતું કે મારા મતે ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપની સેમી ફાઈનલમાં પહોંચી શકે છે અને ભારત ટાઈટલ જીતવાનું દાવેદાર છે. આ વખતનો રાઉન્ડ - રોબીન ફોર્મેટ રોમાંચક રહેશે. સેમી ફાઈનલમાં પહોંચવા રાઉન્ડ - રોબીન ફોર્મેટમાં દરેક ટીમે એકબીજાની સામે રમવાનું રહેશે. ભારતની ટીમ ઘણી સ્ટ્રોંગ છે. આઈપીએલમાં કુલદીપ યાદવે ભલે એવરેજ પર્ફોર્મ કર્યુ હોય, પણ વર્લ્ડકપમાં તેને વિકેટ જરૂર મળશે.

(3:06 pm IST)