ખેલ-જગત
News of Friday, 26th April 2019

ક્રિકેટ મેચ દરમિયાન જ મેદાન પર થઈ મોટી દુર્ઘટના, ખેલાડીનું હાડકું તૂટીને અલગ થઈ ગયું

નવી દિલ્હીઃ ક્રિકેટ એવી રમત છે જયાં ખેલાડીને શારીરિક ખૂબ જ મહેનત કરવી પડે છે. ખેલાડી એક રન બચાવવા માટે, એક કેચ કરવા માટે ઘણી વખત ઈજાગ્રસ્ત થઈ જાય છે. ઘણી વખત મોટી મોટી દુર્ઘટના પણ થાય છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ફ્લિપ હ્યૂજને ઈજાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી અનેક મોટી ઘટના ક્રિકેટના મેદાન પર થઈ છે.

મેચ દરમ્યાન રિકી કલાર્ક સ્લિપ પોઝિશન પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. ત્યારે જ મોર્ન માર્કેલની બોલિંગ પર ડેન લોરેંસનો કેચ સ્લિપ તરફ આવ્યો અને કલાર્કે ડાઈવ લગાવી. પરંતુ આ દરમ્યાન આંગળી જોઈ તો તે તૂટી ચુકી હતી. તેની આંગળીમાંથી લોહી નીકળી રહ્યું હતું, જયારે એકસરે કરવામાં આવ્યો તો, હાડકુ જ અલગ પડી ગયું હતું. કલાર્કે પોતાની ઈજાગ્રસ્ત આંગળીના એકસરેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

(3:05 pm IST)