ખેલ-જગત
News of Thursday, 26th March 2020

કોરોના સામે લડવા મેસીએ ડોનેટ કર્યા દસ લાખ યુરો

કોરોનાની લોકજાગૃતિ ફેલાવવા સેલીબ્રીટીઓમાં સુનિલ છેત્રીની પણ પસંદગી

નવી દિલ્હી  :  આર્જેન્ટિના ફુટબોલ ટીમના પ્લેયર લીઆનેલ મેસીએ કોરાના વાઇરસ સામે લડી રહેલા દર્દીઓની મદદ માટે દસ લાખ યુરોનું દાન આપ્યું છે. આ વાતની પુષ્ટિ બાર્સિલોનાની હોસ્પિટલે પણ કરી છે. મેસી ઉપરાંત બાર્સિલોનાના ભૂતપૂર્વ મેનેજર પેપ ગુર્કીઓલાએ પણ મેડિકલ સાધનોનાં ઉત્પાદન અને ખરીદી માટે દસ લાખ યુરોનું ડોનેશન આપ્યું છે.

પોર્ટુગલ ફટબોલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડો અને તેના એજન્ટ જયો્જ મેન્ડીસે લીસબન અને પોર્ટોની હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ માટે દસ લાખ યુરો ડોનેટ કર્યા છે. કોરોના સંદર્ભ લોકોમાં જાગૃતિ ફેલાવવા જે ૨૮ સેલિબ્રિટીઓને પસંદ કરવામાં આવી છે એમાં મેસી સહિત સુનીલ છેત્રીનું નામ પણ સામેલ છે.

(3:45 pm IST)