News of Monday, 26th March 2018
PSL-2018નો ખિતાબ ઇસ્લામાબાદ યુનાઇટેડે જીત્યો
નવી દિલ્હી: ઇસ્લામાબાદ યુનાઇટેડે ટી-20 ટુર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગ પીએસએલનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રવિવારે રમાયેલ ફાઇનલમાં પેશાવર જાલમીને 3 વિકિટે હરાવીને ઇસ્લામાબાદ યુનાઇટેડે પીએસએલ 2018નો ખિતાબ જીત્યો છે. ઇસ્લામાબાદના સામે 149 રણનો લક્ષ્ય હતો જે તેને સાત વિકેટ ગુમાવીને 16.5 ઓવેરમાં પાર કરી લીધો હતો.
ન્યૂઝીલેન્ડના વિકેટકીપર તથા સલામી બેટ્સમેન લ્યુક રોંચીએ 26 બોલ પર ચાર ચોક્કા અને પાંચ સિક્સ ફટકરીને 52 રન બનાવ્યા હતા. રોન્ચી અને ઓપનર સાબીહજાદા ફરહાનાએ પહેલા વિકેટ માટે 8.5 ઓવેરમાં 96 રન બનાવ્યા હતા. ફરહાન 33 બોલમાં પાંચ ચોક્કા તથા એક સિક્સ ફટકારીને 44 રન બનાવ્યા હતા. આસિફ અલીએ છ બોલમાં ત્રણ સિક્સ સાથે 26 રન બનાવ્યા હતા.
(5:28 pm IST)