ખેલ-જગત
News of Monday, 26th March 2018

ફુટબોલ : પોર્ટુગલ -નેધરલેન્ડ વચ્ચે મેચને લઇ ભારે ઉત્સાહ

ફ્રેન્ડલી મેચમાં ફરી રોનાલ્ડો પર તમામની નજરઃ પ્રથમ મેચમાં ઇજિપ્ત સામે સરળ જીત મેળવી લીધા બાદ આવતીકાલની મેચ રોમાંચક બનશે : પોર્ટુગલની કસૌટી

મોસ્કો,તા. ૨૬: રશિયામાં વર્લ્ડકપ ફૂટબોલ આડે વધારે સમય રહ્યો નથી ત્યારે વિશ્વની ધરખમ ટીમો વચ્ચે  પ્રેકટીસના ભાગરૂપે તમામ મોટી ટીમો વચ્ચે મેચો રમાઇ રહી છે. હવે આવતીકાલે બે રોમાંચક મેચો રમાનાર છે. જે પૈકી એક મેચમાં પોર્ટુગલની ટક્કર નેધરલેન્ડ સામે થનાર છે. જ્યારે અન્ય મેચમાં ફ્રાન્સની ટક્કર ફિકા વર્લડ કપના આયોજક દેશ રશિયા સામે થનાર છે. બન્ને મોટી મેચ હોવાથી જોરદાર રોમાંચની સ્થિતી રહેશે. નેધરલેન્ડ પોર્ટુગલની સામે નિરાશાજનક રેકોર્ડ ધરાવે છે. તેમની વચ્ચે હજુ સુધી રમાયેલી ૧૨ મેચો પૈકી માત્ર એક મેચમાં જીત થઇ છે. જો કે નેધરલેન્ડ દુનિયાની સારી ટીમ હોવાથી તેની પાસેથી જોરદાર દેખાવી આશા રાખવામાં આવી રહી છે. યુરો ૨૦૧૬માં ચેમ્પિયન બનેલા પોર્ટુગલે વર્લ્ડ કપની તૈયારી શરૂ કરી દીધી છે. ઇજિપ્ત સામેની મેચમાં સ્ટાર ખેલાડી રોનાલ્ડોએ બે ગોલ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ મેચનુ પ્રસારણ રાત્રે ૧૨ વાગ્યા કરવામાં આવનાર છે. અન્ય એક મેચ રશિયા અને ફ્રાન્સ વચ્ચે રમાનાર છે. બન્ને ટીમો પણ વર્લ્ડ કપની તૈયારી રૂપે આ મેચ રમનાર છે. બ્રાઝિલ સામે શુક્રવારના દિવસે મોસ્કોમાં રશિયાની કારમી હાર થઇ હતી. જો કે તે આવતીકાલે જોરદાર દેખાવ કરવા સજ્જ છે.વર્લ્ડ કપ પહેલા  ફ્રેન્ડલી મેચો રમાઈ રહી છે. આ ફ્રેન્ડલી મેચોમાં પણ લાખોની સંખ્યામાં ચાહકો પહોંચી રહ્યા છે. તમામ મેચો અતિ રોમાંચક બની રહી છે. હાલમાં વર્લ્ડ ચેમ્પિયન જર્મની અને સ્પેન વચ્ચે રમાયેલી વર્લ્ડકપની ફાઈનલ સમાનની આ મેચમાં બંને ટીમો ૧-૧ ગોલ કરીને બરોબર રહી હતી. સ્પેન તરફથી શરૂઆતી મિનિટોમાં  જ મોરોનેએ છઠ્ઠી મિનિટમાં ગોલ કર્યો હતો પરંતુ ઘરઆંગણે રમી રહેલી જર્મનીએ ૩૫મી મિનિટમાં ગોલ કરીને ટીમને બરોબર કરી દેવામાં સફળતા મેળવી હતી. જર્મની તરફથી તેના મુખ્ય સ્ટ્રાઇક મુલરે ગોલ ફટકાર્યો હતો. અન્ય એક મેચમાં નેધરલેન્ડ ઉપર ઇંગ્લેન્ડે ૧-૦થી જીત મેળવી હતી. પોર્ટુગલે ઇજિપ્ત ઉપર ૨-૧થી જીત મેળવી હતી જ્યારે ફ્રાન્સની કોલમ્બિયા સામે હાર થતાં મોટો ફટકો પડ્યો હતો. કોલમ્બિયા ૩ અને ફ્રાંસ તરફથી એક ગોલ થયો હતો. ફ્રાન્સની કોલંમ્બિયા સામે હાર થયા બાદ વધારે મજબુત દેખાવ કરવા તૈયાર છે. ફ્રાન્સ પાસેથી સારા દેખાવની અપેક્ષા છે.

મંગળવારની મેચો......

હાલમાં રોમાંચક ફૂટબોલ ફ્રેન્ડલી મેચોનો દોર ચાલી રહ્યો છે જેના ભાગરુપે ૨૭ તારીખે વધુ બે મેચો રમાનાર છે જેમાં પોર્ટુગલની નેધરલેન્ડ સામે ટક્કર થશે જ્યારે રશિયા ફ્રાન્સ સાથે ટકરાશે. બન્ને મોટી મેચ હોવાથી જોરદાર રોમાંચની સ્થિતી રહેશે. નેધરલેન્ડ પોર્ટુગલની સામે નિરાશાજનક રેકોર્ડ ધરાવે છે. તેમની વચ્ચે હજુ સુધી રમાયેલી ૧૨ મેચો પૈકી માત્ર એક મેચમાં જીત થઇ છે. જો કે નેધરલેન્ડ દુનિયાની સારી ટીમ હોવાથી તેની પાસેથી જોરદાર દેખાવી આશા રાખવામાં આવી રહી છે. આવતીકાલે રમાનારી બન્ને મેચોને લઇને કરોડો ફુટબોલ ચાહકો ખુબ ઉત્સુક થયેલા છે. બન્ને મેચોમાં તમામ સ્ટાર ખેલાડી રમી રહ્યા છે. જેમાં પોર્ટુગલથી રોનાલ્ડોનો સમાવેશ થાય છે. આગામી રોમાંચક અને મોટી આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચોનો કાર્યક્રમ નીચે મુજબ છે.

૨૭મી માર્ચે પોર્ટુગલ-નેધરલેન્ડ (રાત્રે ૧૨ વાગે)

૨૭મી માર્ચે રશિયા-ફ્રાંસ       (રાત્રે ૯.૨૦ વાગે

(12:58 pm IST)