રાષ્ટ્રીય હોકી ટૂર્નામેન્ટ્સ માર્ચથી થશે શરૂ
નવી દિલ્હી: ભારતની સ્થાનિક હોકી ટૂર્નામેન્ટ્સ આ વર્ષે માર્ચથી શરૂ થશે. હોકી ઈન્ડિયાએ ગુરુવારે કહ્યું કે ચેમ્પિયનશિપ ઝારખંડના સિમડેગામાં 10 થી 18 માર્ચ દરમિયાન યોજાનારી મહિલા સબ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપથી શરૂ થશે. હોકી ઈન્ડિયાએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, 11 મી હોકી ઈન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 10 થી 18 માર્ચ સુધી સિમડેગામાં યોજાશે. 11 મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન્સ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 17 થી 25 માર્ચ દરમિયાન હરિયાણાના નરવાનામાં યોજાશે. " ગયા વર્ષે ફેબ્રુઆરી પછી આ પહેલી હોકી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ હશે. ગત વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દસમી સિનિયર મેન્સ અને વિમેન્સ ચેમ્પિયનશીપ (એ ડીવીઝન) અને સિનિયર વિમેન્સ ચેમ્પિયનશીપ (બી ડિવિઝન) નું આયોજન થવાનું હતું.