ખેલ-જગત
News of Monday, 26th February 2018

ગુરૂવારથી ઓસ્ટ્રેલિયા - આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ

પ્રથમ બે ટેસ્ટ માટે કલાસન અને નવોદીત મલ્ડેરનો સમાવેશ

જહોનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાના સિલેકટરોએ ઓસ્ટ્રેલિયાની ટીમ સામેની પહેલી બે ટેસ્ટ મેચ માટે રાષ્ટ્રની ૧૫ સભ્યની ટીમમાં હીનરીચ કલાસન અને વિઆન મલ્ડેર મળી બે નવોદીત ખેલાડીની પસંદગી કરી હતી.

 

પહેલી ટેસ્ટ મેચ ડર્બનમાં ગુરૂવારથી રમનાર છે. વિકેટકીપર અને બેટ્સમેન કલાસનની ભારત સામે તાજેતરમાં મર્યાદિત ઓવરની મેચોમાં પોતાના સારા દેખાવના બદલારૂપે પસંદગી કરાઈ છે અને ૨૦ વર્ષીય મલ્ડેર આશાસ્પદ ઓલ રાઉન્ડર છે.

ટીમ : ફેફ ડુ પ્લેસી (કેપ્ટન), હાશિમ અમલા, ટેમ્બા બાવુમા, કિવન્ટન ડી'કોક (વિકેટકીપર), થેયુનિસ ડી' બ્રુન, એ.બી. ડિવિલિયર્સ, ડીન એલ્ગર, હિનરીચ કલાસન (વિકેટકીપર), કેશવ મહારાજ માર્કરમ, મોર્ન મોર્કલ, વિઆન મલ્ડેર, લુન્જી એન્ગિડ, વર્નોન ફિલેન્ડર અને કેગીસો રબાડા.

(11:41 am IST)