ખેલ-જગત
News of Sunday, 26th January 2020

ઓસ્‍ટ્રેલિયા ઓપન વર્લ્ડ નંબર-૧ સ્‍પેનનો રાફેલ નડાર ચોથા રાઉન્‍ડમાં પહોંચ્‍યો : વિશ્‍વના ૩૦માં ક્રમના ખેલાડીને પરાસ્‍ત કર્યો

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપનના છઠ્ઠા દિવસે શનિવારે વર્લ્ડ નંબર-1 સ્પેનનો રાફેલ નડાલ ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો છે. તેણે પોતાના દિસના અને વિશ્વના 30માં નંબરના ખેલાડી પાબ્લો કરેનો બુસ્કાને 6-1, 6-2, 6-4થી પરાજય આપ્યો છે. તો વર્લ્ડ નંબર-2 ચેક રિપબ્લિકની કૈરોલિના પ્લિસ્કોવા અપસેટનો શિકાર બની છે. તેને વિશ્વના નંબર-30 ખેલાડી રૂસની અનાસ્તાસિયા પાવલ્યૂચેન્કોવાએ બહાર કરી દીધી છે. 2 કલાક 25 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં અનાસ્તાસિયાએ 7-6, 7-6થી જીત મેળવી હતી.

ચોથી સીડ રોમાનિયાના સિમોના હાલેપ ચોથા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. બે વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા કઝાખ્સતાનની યૂલિયા પુતિનત્સેવાને 6-1, 6-4થી પરાજય આપ્યો હતો. 15 વર્ષની કોકો ગોફ બાદ ટૂર્નામેન્ટની બીજી યુવા ખેલાડી 18 વર્ષની ઇગા સ્વિટેક ચોથા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. પોલેન્ડની આ ખેલાડીએ વર્લ્ડ નંબર-20 ક્રોએશિયાની ડોના વેકિચ (23)ને 7-5, 6-3થી પરાજય આપ્યો છે.

અનાસ્તાસિયા અને પ્લિસ્કોવા વચ્ચે આ 7મો મુકાબલો હતો. અનાસ્તાસિયાને 6 મેચમાં હાર મળી હતી. તે પાછલી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. જ્યારે કૈરોલિના સેમિફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ હતી. તો છઠ્ઠી સીડ બેન્લિડા બેનસિચ 49 મિનિટમાં હારીને બહાર થઈ ગઈ છે. તેના 28મી સીડ એસ્ટોનિયાની અનેત કોંતવિતને 6-0, 6-1થી હરાવી  હતી.

બે વખતની ગ્રાન્ડસ્લેમ વિજેતા જર્મનીની એંજેલિક કેર્બર પણ ચોથા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. તેને ઇટાલીની કેમિલા જિઓર્જીએ ટક્કર આપી હતી. ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં કેર્બરે  6-2, 7-6, 6-3થી જીત મેળવી હતી. તેણે 2016માં ઓસ્ટ્રેલિયન અને યૂએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું.

(11:57 am IST)