ખેલ-જગત
News of Monday, 25th October 2021

ભારતે અંડર -23 એશિયન કપ ક્વોલિફાયરની પ્રથમ મેચમાં ઓમાનને હરાવ્યું

નવી દિલ્હી: ભારતીય U-23 ફૂટબોલ ટીમે રવિવારે દુબઈના ફુજૈરાહ સ્ટેડિયમ ખાતે AFC U-23 એશિયન કપ 2022 ક્વોલિફાયરની તેમની શરૂઆતની મેચમાં ઓમાનને 2-1થી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી હતી અને મેચની છઠ્ઠી મિનિટમાં રહીમ અલીએ ગોલ કરીને ભારતને પ્રારંભિક લીડ અપાવી હતી. આ પછી વિક્રમ પ્રતાપ સિંહે મેચની 37 મી મિનિટે ભારતની લીડ બમણી કરી દીધી હતી. ઓમાન માટે, વાલીદ સલીમે વધારાના સમયમાં ગોલ કરીને પોતાની ટીમનું ખાતું ખોલાવ્યું, પરંતુ આ ગોલ ઓમાન રે માટે આશ્વાસન ગોલથી વધુ કંઇ ન હતો અને અંતે ભારતે મેચ 2-1થી જીતી લીધી.

(5:54 pm IST)