ખેલ-જગત
News of Monday, 25th October 2021

ફરી ધોનીને ડ્રેસીંગરૂમમાં નિહાળતા ચાહકો ખુશ થયા

નવી દિલ્હીઃ   ટી -૨૦ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને અનુભવી મહેન્દ્રસિંહ ધોનીને ભારતીય ડ્રેસિંગ રૂમમાં ફરી જોયા બાદ ચાહકો ભાવુક બની ગયા હતા. મેચ પહેલા બંને ટીમો રાષ્ટ્રગીત માટે મેદાનની વચ્ચે પહોંચી હતી. જ્યારે પાકિસ્તાની ખેલાડીઓએ તેમનું રાષ્ટ્રગીત ગાયું, ભારતે જન ગણ મનથી તિરંગાને સન્માનિત કર્યા. ધોની પણ ભારતના રાષ્ટ્રગીત દરમિયાન ભારતીય જર્સીમાં દેખાયા હતા.  ધોનીની એક ઝલક જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર ભાવુક થઈ ગયા અને પોતાની રીતે ખુશી વ્યકત કરી.

(3:40 pm IST)