ખેલ-જગત
News of Tuesday, 25th September 2018

પ્રો-કબડ્ડીની છઠ્ઠી સિઝનમાં યુવા સુકાની સુનિલ કુમારના નેતૃત્વમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ કમાલ કરવા સજ્જ

ગુજરાતની ટીમમાં ઘણા ફેરફારો : ફીર સે ગરજેગા ગુજરાતના નારા સાથે મેદાને ઉતરશે

અમદાવાદઃ પ્રો-કબડ્ડીની છઠ્ઠી સિઝનમાં યુવા સુકાની સુનિલ કુમારના નેતૃત્વમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ કમાલ કરવા સજ્જ બની છે  પ્રો-કબડ્ડીની છઠ્ઠી સિઝન નો 7 મી ઓક્ટોબરથી પ્રારંભ થનાર છે ત્યારે ગત સિઝનની રનર્સઅપ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની ટીમ ધમાકેદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

   ગુજરાતની ટીમમાં આ વર્ષે ઘણા ફેરફારો કરાયા છે ગત વર્ષે ટીમના કેપ્ટન રહેલા સુકેશ હેગડે આ વર્ષે ટીમ સાથે નથી ત્યારે ટીમના યુવા ખેલાડી સુનીલ કુમારને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. આ વર્ષે ફરી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ ફીર  સે ગરજેગા ગુજરાતના નારા સાથે મેદાને ઉતરવા માટે તૈયાર છે. આ ટીમમાં યુવા તથા  અનુભવી ખેલાડીઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે.જોકે ગુજરાતની આ કબડ્ડી ટીમમાં ગુજરાતનો એકપણ ખેલાડી નથી.  

(12:39 am IST)