News of Tuesday, 25th September 2018
શિલ્પા શેટ્ટીના સોન્ગ પર કેદાર જાધવે કર્યો ડાન્સ
પાકિસ્તાનને કચડીને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના જીતના આનંદમાં અંબાતી રાયડુના બર્થ-ડેથી સેલીબ્રેશનનો માહોલ ડબલ થઈ ગયો હતો. ખેલાડીઓએ જબરદસ્ત ધમાલ મસ્તી કરી હતી. હોટલમાં પહોંચીને અંબાતી રાયડુએ કેક કાપી અને ટીમના સૌથી સીનીયર ખેલાડી ધોનીએ તેના ચહેરા પર કેક લગાવી હતી. કેદાર જાદવે ફિલ્મ ''તુ ખિલાડી મેં અનાડી''નું સોંગ ''ચુરા કે દિલ મેરા ગોરીયા ચલી'' પર ડાન્સ કર્યો હતો. આ સોન્ગ શિલ્પા શેટ્ટીના ડાન્સને કારણે ઘણું લોકપ્રિય થયુ હતું. બધા ખેલાડીઓએ પાર્ટીનો ભરપૂર આનંદ માણ્યો હતો. બર્થ - ડે સેલીબ્રેશનના પિકચર્સ અને આ વિડીયો સોશ્યલ મીડીયા પર ઘણો વાયરલ થયો છે.
(3:44 pm IST)