ખેલ-જગત
News of Tuesday, 25th September 2018

ભારત - વેન્ડીઝની ટીમો ૧લી ઓકટોબરે રાજકોટમાં

વિન્ડીઝના ખેલાડીઓ વડોદરાથી બાય રોડ આવશે: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૪થી ઓકટોબરે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના મેદાનમાં ટેસ્ટ મેચ રમનાર છે ત્યારે બંને ટીમોનું રાજકોટ ખાતે ૧લી ઓકટોબરે આગમન થઈ જશે: વિન્ડીઝની ટીમ વડોદરાથી બાય રોડ રાજકોટ આવશે: ટીમ ઈન્ડિયા પણ ૧લી તારીખે આવી પહોંચશે: બંને ટીમો તા.૨ ઓકટોબરના નેટ પ્રેકટીસ કરશે: વેસ્ટ ઈન્ડિઝની ટીમ સવારે ૯ થી ૧૨ અને ભારતની ટીમ બપોરે ૨ થી ૫ તેમજ તા.૩ના ભારતની ટીમ સવારે ૯ થી ૧૨ અને વિન્ડીઝની ટીમ બપોરે ૨ થી ૫ નેટ પ્રેકટીસ કરશે

(3:43 pm IST)