ખેલ-જગત
News of Tuesday, 25th September 2018

પુરાવાના અભાવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મોઈન અલી વિવાદની તપાસ બંધ કરી

૨૦૧૫ની સીરીઝમાં ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ઈંગ્લેન્ડના મોઈન અલીને ઓસામા કહ્યો હોવાના મોઈન અલીના દાવાને પગલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તપાસ કરી હતી, પણ કોઈ સબૂત ન મળવાને કારણે એણે તપાસ બંધ કરી છે. આ મામલો વધુ આગળ વધે તેવું મોઈન અલી પોતે ઈચ્છતો નથી.

(3:43 pm IST)