News of Sunday, 25th August 2019
જન્માષ્ટમીમાં ધોનીનો જોવા મળ્યો કૃષ્ણ અવતાર: વાંસળી વગતો ફોટો વાઇરલ
નવી દિલ્હી: ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ દેશભરમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ શ્રી કૃષ્ણના અવતારમાં જન્માષ્ટમી પર દેખાયા હતા. જન્માષ્ટમીના શુભ પ્રસંગે ધોની વાંસળી વગાડતા જોવા મળ્યો હતો.ધોનીનો વાંસળી વગાડતો વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ધોનીની વાંસળીને પકડવાની શૈલી અને તેમાંથી નીકળતી ધૂન સાંભળીને લાગે છે કે જાણે અગાઉ તેણે વાંસળી વગાડી છે.
(5:10 pm IST)