ખેલ-જગત
News of Saturday, 25th August 2018

ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને 8-0થી કચડ્યું

નવી દિલ્હી: એશિયન ગેમ્સ મેન્સ હોકીમાં ભારતે દબદબો જાળવી રાખતાં ત્રીજી ગૂ્રપ મેચમાં જાપાનને -૦થી કચડી નાંખ્યું હતુ. ભારતે સાથે ૧૮મી એશિયન ગેમ્સમાં માત્ર ત્રણ મેચમા ૫૧ ગોલ ફટકારવાનો અનોખો કિર્તિમાન નોંધાવ્યો હતો. ભારતે અગાઉ ઈન્ડોનેશિયાને ૧૭-૦થી અને ત્યાર બાદ હોંગ કોંગને૨૬-૦થી હરાવ્યું હતુ. હવે ભારતીય મેન્સ ટીમની ખરી કસોટી રવિવારે સાઉથ કોરિયા સામેની મેચમાં થશે. જ્યારે ભારતીય મહિલા ટીમ આવતીકાલે ત્રીજી ગૂ્રપ મેચમાં સાઉથ કોરિયા સામે ટકરાશે.આજે રમાયેલી જાપાન સામેની મેન્સહોકીની ગૂ્રપ મેચમાં ભારતે પ્રભુત્વ સાથેનું પર્ફોમન્સ આપતાં વિજય મેળવ્યો હતો. રૃપિન્દર પાલ સિંઘ અને મનદીપ સિંઘે બે-બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે એસ.વી. સુનિલ, દીલપ્રિત સિંઘ, આકાશદીપ અને વિવેક કુમારે એક-એક ગોલ નોંધાવ્યો હતો. ભારતના ગૂ્રપમાં સાઉથ કોરિયા અને પાકિસ્તાન જેવી સ્પર્ધાત્મક ટીમો પણ છે, જેની સામે ભારતે હવે પછી રમવાનું છે.

(5:59 pm IST)