ખેલ-જગત
News of Saturday, 25th June 2022

જેહાન હવે F1 માટે સુપર લાઇસન્‍સ મેળવી શકશે

 મુંબઇનો ફોર્મ્‍યુલા-ટૂ  F2 ના યુવાનકાર રેસ ડ્રાઇવર જેહાન દારૂવાલા વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપ-વિનિંગ  ટીમ મેકલારેન સાથેની ફોર્મ્‍યુલા-વન F1ની ટેસ્‍ટ ડ્રાઇવમાં સફળ થતાં હવે તે (જેહાન) F1ની રેસમાં ભાગ લેવા માટે જરૂરી સુપર લાઇસન્‍સ માટે અરજી કરી શકશે. જેહાને મંગળવાર અને બુધવારે ઇંગ્‍લેન્‍ડમાં સિલ્‍વરસ્‍ટન ખાતેના બ્રિટિશ ગ્રાં પ્રિના સ્‍થળે ૧૩૦ લેપ પુરા કર્યા હતા.સામાન્‍ય રીતે F1 ની રેસમાં સ્‍પર્ધકે જેટલું અંતર કાપવાનું હોય છે. એનાથી બમણું અંતર જેહાને બે દિવસની ટેસ્‍ટ ડ્રાઇવમાં કાપ્‍યું હતું. F2 કાર રેસF1 થી એક લેવલ નીચે ગણાય છે અને જેહાન હાલમાં ઇટલીમાં F2 રેસમાં ભાગ લઇ રહ્યો છે. જોકે થોડા સમયમાં તે F1 માં જોવા મળશે

(4:34 pm IST)