ખેલ-જગત
News of Friday, 25th June 2021

તસ્માનિયામાંથી રમતો નિવેતન રાધાકૃષ્ણન

મુળ ભારતીય ઓસ્ટ્રેલીયાનો આ બોલર ડાબા અને જમણા બન્ને હાથથી બોલીંગ કરે છે

નવીદિલ્હીઃ ઓસ્ટ્રેલીયામાં એક એવો ક્રિકેટર ઉભરી રહ્યો છે. જે એક નહી પરંતુ બંને હાથે બોલીંગ કરી શકે છે. આવનારા દિવસોમાં આ બોલર તમને ઓસ્ટ્રેલીયાની ટીમમાં જોવા મળે તો નવાઇ ના પામશો. બંને હાથે બોલીંગ કરી શકવાની ક્ષમતા ધરાવતા આ બોલરનુ નામ છે, નિવેતન રાધાકૃષ્ણન  તે ડાબા અને જમણાં એમ બંને હાથે સ્પિન બોલીંગ કરી શકે છે. હાલમાં જ તે IPL ૨૦૨૧ માં સામેલ રહ્યો હતો.

નિવેતન મૂળ ભારતીય છે, જોકે તેના માતા પિતા-કેટલાક વર્ષો પહેલા ઓસ્ટ્રેલીયા જઇને વસ્યા હતા. અહીં જ તેઓએ પોતાની ક્રિકેટીંગ સ્કિલને આગળ વધારી. હાલમાં નિવેતન રાધાકૃષ્ણનને ન્યૂ સાઉથ વેલ્સ અને તસ્માનિયા એમ બંને એ કોન્ટ્રેકટ ઓફર કરી હતી. બાદમાં તેણે તસ્માનિયાનો કોન્ટ્રાકટ સ્વિકાર કર્યો હતો. તે ૧૮ વર્ષીય છે, પરંતુ તેનુ કહેવુ છે કે તે ૧૫ વર્ષ થી ક્રિકેટ રમે છે. તેણે બતાવ્યુ હતુ કે, તે ૪ વર્ષનો હતો ત્યાર થી અંડર ૧૪ ક્રિકેટ માં રમી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાધાકૃષ્ણન એ કહ્યુ હતુ કે, તે અન્ય બાળકોની માફક નથી, હું અન્ય લોકોની માફક પણ નથી. હું અલગ છું.

(3:11 pm IST)