ખેલ-જગત
News of Friday, 25th June 2021

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો નવો શેડયુલ જાહેરઃ ટીમ ઇન્ડિયા કુલ ૧૯ ટેસ્ટ મેચ રમશે

ન્યુઝીલેન્ડ, આફ્રિકા, શ્રીલંકા, ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સિરીઝઃ તારીખ સ્થળ હવે જાહેર થશે

 

હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત સામેના ટેસ્ટ મેચોની ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવેલ છે.

જેમાં પાંચ ટેસ્ટ મેચની સીરીઝ ઇંગ્લેન્ડ સામે રમાશે. બે ટેસ્ટ મેચની સીરીઝ ન્યુઝીલેન્ડ સામે રમાશે ૩ મેચ ટેસ્ટ સીરીઝ સાઉથ આફ્રીકા સામે રમાશે. ત્યારપછી ૩ મેચની ટેસ્ટ સીરીઝ શ્રીલંકા સામે રમાશે. ૪ ટેસ્ટ મેચની સીરીઝ ઓસ્ટ્રેલીયા સામે રમશે.

ર ટેસ્ટ મેચની સીરીઝ બાંગ્લા દેશ સામે રમશે.

આ મુજબ કાર્યક્રમ જાહેર થયેલ છે. દેશ અને તારીખ સ્થળ હજુ જાહેર કરવામાં આવેલ નથી.

(1:21 pm IST)