ખેલ-જગત
News of Tuesday, 25th June 2019

બટલર ક્રિકેટની દુનિયાનો નવો ધોની, પણ તે અમારી સામે ઝીરોમાં આઉટ થશે : લેંગર

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને કોચ જસ્ટીન લેંગરે કહ્યું કે ઈંગ્લેન્ડનો વિકેટકીપર અને બેટ્સમેન એવો જોસ બટલર ક્રિકેટની દુનિયાનો નવો એમ.એસ.ધોની છે. બટલર અવિશ્વસનીય ખેલાડી છે. મને તેની બેટીંગ નિહાળવી ખૂબ જ ગમે છે. તે વિશ્વ ક્રિકેટનો નવો ધોની છે. લેંગરનું માનવું છે કે આજના મેચમાં બટલર શૂન્ય રનમાં જ આઉટ થઈ જશે. તે અવિશ્વસનીય એથ્લીટ અને સર્વશ્રેષ્ઠ ફીનીશર છે.

(1:12 pm IST)