ખેલ-જગત
News of Monday, 25th June 2018

જર્મની અને સ્વિડન વચ્ચેની હાઈક્લાસ ફૂટબોલ મેચના અંતમાં થઇ બબાલ

નવી દિલ્હી: જર્મની અને સ્વિડન વચ્ચેની હાઈક્લાસ ફૂટબોલ મેચનો ભારે નાટકીય અંત જોવા મળ્યો હતો. જર્મનીએ આખરી પળોમાં જીત મેળવી હતી. જોકે જર્મનીની આ જીત બાદ બંને ટીમના કોચિંગ સ્ટાફ તેમજ ટીમ બેન્ચના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર ટકરાવ થતાં વરવાં દ્રશ્યો સર્જાયા હતા. જર્મનીની જીત થઈ તે સાથે જશ્નમાં ભાન ભુલેલા જર્મનીના સપોર્ટ સ્ટાફના બે ઓફિસિઅલ છેક સ્વિડનની ટીમ બેન્ચ સુધી દોડી આવ્યા હતા અને તેમણે સ્વિડિશ કોચ જેન એન્ડેરસન અને તેમના સપોર્ટસ્ટાફ અને અન્ય ખેલાડીઓ તરફ ઈશારો કરતાં કોમેન્ટ કરી હતી. આ સાથે સ્વિડિશ કોચ અને સ્ટાફના અન્ય સભ્યો અકળાઈ ઉઠયા હતા અને બંને વચ્ચે ટકરાવ થયો હતો. સ્વિડિશ કોચ અને અન્યોને તેમની તરફ આવતા જોઈ જર્મનીના બંને ઓફિસિઅલ્સ તેમની ટીમ બેન્ચ તરફ ભાગ્યા હતા. જોકે તનાવ વધી પડયો હતો. આખરે ફિફાના ઓફિસિઅલ્સે મામલો થાળે પાડયો હતો.
 

(6:56 pm IST)