ખેલ-જગત
News of Monday, 25th June 2018

સ્વિત્ઝર્લેન્ડના ખેલાડીઓની ડબલ ઈગલ ઉજવણીની તપાસ કરી રહ્યુ છે ફિફા

વર્લ્ડ ફૂટબોલની નિયામક સંસ્થા ફીફાએ સ્વિત્ઝર્લેન્ડના ખેલાડી ગ્રેનિટ શાકા અને કસેડ્રાન શકીરી સામે સર્બિયા પર ૨-૧થી વિજય દરમિયાન કોસાવોના સમર્થનમાં ઉજવણી કરવા માટે તપાસ શરૂ કરી છે. મેચ દરમિયાન ગોલ કર્યા બાદ ગ્રેનિટ શાકા અને કસેડ્રાન શકીરીએ ગોલની ઉજવણી કરવા માટે પોતાના હાથોથી ડબલ ઈગલનું ચિહ્ન બનાવીને ઉજવી હતી જે આલ્બેનિયાના ધ્વજનું પ્રતિનિધિત્વ કરે છે. કોસોવોમાં રહેનારા ઘણા લોકો મુળ આલ્બેનીયાના છે. આ બંને ખેલાડીઓ સર્બિયાના પૂર્વમાં આવેલા કોસોવોના છે. કોસોવોએ ૨૦૦૮માં પોતાની જાતન સ્વતંત્ર જાહેર કર્યુ હતું. પરંતુ સર્બિયાએ હજી પણ એને માન્યતા આપી નથી. જો કે ફીફાએ વર્લ્ડકપ દરમિયાન સ્ટેડિયમમાં કોઈપણ પ્રકારના રાજકીય સંદેશાઓ કે પ્રતિકનો ઉપયોગ કરવાની ના પાડી છે.

(1:07 pm IST)