News of Monday, 25th June 2018
ભવિષ્યમાં માત્ર એક જ ફોર્મેટમાં ફાસ્ટ બોલરો રમશે : જેમ્સ પેટીનસન
જેમ્સ પેટીનસનનું માનવુ છે કે વધુ પડતા ક્રિકેટના કારણે ભવિષ્યમાં અલગ - અલગ ફોર્મેટ માટે અલગ - અલગ બોલરોની રણનીતિ બનાવવી પડશે. તેણે ફાસ્ટ બોલરો માટે ગંભીર ચેતવણી આપતા કહ્યું હતું કે આજકાલ જે રીતે ત્રણે ફોર્મેટ મળીને વધારે પડતુ ક્રિકેટ રમાઈ રહ્યુ છે એના પરથી ભવિષ્યમાં બોલરોએ ફકત એક ફોર્મેટ અથવા વન-ડે ક્રિકેટ રમવા માટે મજબૂર થવુ પડશે.
(1:06 pm IST)