News of Monday, 25th June 2018
આયરલેન્ડ પહોંચીને વન-ડેના ડેબ્યુને યાદ કરતો રોહિત શર્મા
ભારતીય ટીમ હાલમાં આયરલેન્ડના પ્રવાસે છે જયાં તેણે બે ટી-૨૦ રમવાની છે. આ સીરીઝ માટે વાઈસ કેપ્ટન રોહિત શર્મા પણ આયરલેન્ડ પહોંચ્યો છે. તેણે અહિં ૧૧ વર્ષ પહેલાની વાત યાદ કરી છે, જયારે તે પહેલી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમ તરફથી રમ્યો હતો. રોહિતે પોતાના જૂના ફોટો શેર કરતા લખ્યુ હતું કે આજના દિવસે જ (૨૩ જૂન, ૨૦૦૭) આયરલેન્ડ સામે મેં મારી વન-ડે કરીઅરની શરૂઆત કરી હતી. આજે ફરી એક વાર અહિં આવ્યો છું. બધુ અહીંથી જ શરૂ થયુ હતું.
(1:05 pm IST)