ખેલ-જગત
News of Monday, 25th May 2020

દાઢી પર થઇ કમેન્ટ

વિરાટ કોહલીએ કેવિન પીટરસનની બોલતી બંધ કરી

નવી દિલ્હી, તા. ૨૫: દુનિયાના દિગ્ગજ બેટ્સમેનમાં આવતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પણ અન્ય ક્રિકેટર્સની જેમ ઘરમાં જ છે અને ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યો છે. કોરોના વાયરસના બચાવના હથિયાર તરીકે ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને દરેક ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ સીરીઝને સ્થગિત કરવામાં આવી છે.

આથી જો દિગ્ગજ ક્રિકેટ હસ્તીઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ફેન્સ આ જ રીતે જ તેની સાથે કનેક્ટ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વિરાટ ખૂબ જ એક્ટિવ છે અને વારંવાર તસવીર તેમજ વિડીયો પણ શેર કરતાં રહે છે.

૩૧ વર્ષના વિરાટે રવિવારે ઈન્સ્ટાગ્રામ પર એક જૂની તસવીર શેર કરી હતી. જેના પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસને તેની દાઢી પર કમેન્ટ કરી હતી. જેને લઈને કોહલીએ પીટરસનને એવો જવાબ આપ્યો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને ટ્રોલ કરવો ખૂબ જ ભારે પડી ગયો હતો.

વિરાટે ફોટોે શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, 'થ્રોબેક' આ તસવીરમાં વિરાટની દાઢી ખૂબ જ વધેલી જોવા મળે છે. જેના પર ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને તેને ટ્રોલ કરવાની કોશિશ કરી હતી.

પીટરસને કમેન્ટ કરી હતી કે, 'પોતાની દાઢી શેવ કરી લે' તો હાજરજવાબી માટે ફેમસ વિરાટે રિપ્લે કરતા કહ્યું કે, 'તમારા ટિકટોક વિડીયો કરતા તો ઉત્તમ છે.'

(3:00 pm IST)