ખેલ-જગત
News of Friday, 25th May 2018

બીસીસીઆઈના કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્નાની પત્ની લડશે ડીડીસીએ ચૂંટણી

નવી દિલ્હી: દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ(ડીડીસીએ)ની 30 જૂને યોજાનારી ચૂંટણીમાં બીસીસીઆઈના કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્નાની પત્ની શશી ખન્ના ઉપાધ્યક્ષના પદ માટે પોતાનો દાવો રજૂ કરશે.

પૂર્વ ટેસ્ટ ખેલાડી મદનલાલ,વરિષ્ઠ પત્રકાર રજત શર્મા, અને ઉચ્ચતમ ન્યાયાલયના વકીલ વિકાસ સિંહ અધ્યક્ષ પદ માટે ફોર્મ ભર્યા છે. નામ નોંધાવવાની પ્રક્રિયા આજે પુરી થઇ ત્યારે સૌથી વધુ જાણવા જેવી વાત છે કે 64 વર્ષીય શશી ખન્નાની છે. તે રાકેશ બંસલ સામે ઉભા છે. રાકેશ ડીડીસીએના પૂર્વ અધ્યક્ષ સ્નેહ બંસલના નાના ભાઈ છે. શશી ખન્ના સિવાય બીજી એક મહિલા ઉમેદવાર સરોજ કત્યાલ છે.

(4:48 pm IST)