ખેલ-જગત
News of Friday, 25th May 2018

ફેડરરનો જન્મ ટેનિસ માટે જ થયો છે : મેરી પીપર્ર્સ

૧૯૯૫માં ઓસ્ટ્રેલિયન ઓપન અને ૨૦૦૦માં ફ્રેન્ચ ઓપન વિજેતા મેરી પિયર્સે રોજર ફેડરર વિશે કહ્યું કે તે ટેનિસ માટે જ જન્મ્યો છે. મેચ દરમિયાન તે ચોતરફ શાનદાર શોટ ફટકારે છે. ફેડરરને ટેનિસ પ્રત્યે જુનુન છે. કલાકો સુધી અભ્યાસ કરે છે. ટીવી કે સ્ટેડિયમમાં મેચ નિહાળતો હોય ત્યારે પણ ખૂબ નાની - નાની પોતાની નબળાઈઓને પણ ખૂબ મહત્વ આપે છે.  બે વખત ગ્રાન્ડસ્લામ ચેમ્પિયન બની ચૂકેલી મેરી પિયર્સે ડબલ્સમાં માર્ટીના હિંગીસ, મહેશ ભુપતી સાથે વિમ્બલ્ડન પણ જીતી ચૂકી છે.

(3:49 pm IST)