ખેલ-જગત
News of Friday, 25th May 2018

હૈદ્રાબાદને કુલદીપની ચેતવણી, કલકત્તામાં મુસીબત બનશે પીચ

કલકત્તાના સ્પિનર કુલદીપ યાદવે કહ્યું હતું કે અમારા માટે અહિં રમવુ સરળ છે. અમારા માટે આ ઘરઆંગણાનું મેદાન છે તેમજ આ પરિસ્થિતિથી સારી રીતે પરિચિત છે. હૈદ્રાબાદ માટે મુંબઈથી અહિં આવીને રમવું મુશ્કેલ છે. અહિંની પીચ મુંબઈની પીચ કરતા ઘણી અલગ છે. અહિંની પીચ સ્પિન બોલરોને મદદરૂપ થશે. કુલદીપે વધુમાં કહ્યું હતું કે ભલે હૈદ્રાબાદ પોતાની છેલ્લી ચાર મેચ હારી ગઈ હોય, પરંતુ આ ટીમનું ધ્યાન માત્ર આગામી મેચ પર જ છે. અમારી ટીમ માટે આ મેચ જીતવી સૌથી વધુ જરૂરી છે.

(3:48 pm IST)