ખેલ-જગત
News of Thursday, 25th April 2019

રેડબુલ એથ્લેટ મીરા એરડાનો ભવ્ય દેખાવ

રેસર મીરા એરડા પ્રેરણારૂપ

અમદાવાદ, તા.૨૫ : આ સપ્તાહનાં અંતમાં મલેશિયામાં સંપન્ન થયેલી એફઆઇએ ફોર્મ્યુલા ૪ એસઇએ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં ફોર્મ્યુલા૪માં રેસ કરનારી પ્રથમ ભારતીય મહિલા રેસર અને રેડબુલ એથ્લેટ મીરા એરડાએ ભાગ લીધો હતો.આ પ્રસંગે રેડ બુલ એથલિટે જણાવ્યું હતું કે, ફોર્મ્યુલા૪તે મારી સર્વ પ્રથમ આંતરરાષ્ટ્રીય રેસ હતી. અને ક્વોલિફાઇંગ થતાં પહેલાં હું માત્રપ્રેક્ટિસનાં ૭જ લેપ્સ કરી શકી હતી. પ્રત્યેક રેસમાં મારું પરફોરમન્સ સુધરી રહ્યું છે. મારું લક્ષ્યાંક વીકએન્ડ પહેલાં ઓછામાં ઓછું એક પોડિયમ મેળવવાનું છે. છેલ્લી રેસમાં મહિલાઓમાં મેં નેતૃત્વ કર્યું હતું અને ટોપ૧૦માં પૂર્ણ કરી હતી, જેથી મને મારો પ્રથમ આંતરરાષ્ટ્રી પોડિયમ મળ્યો હતો. ૨૦૧૯ રેસિંગ મોસમનો સારી રીતે આરંભ થયો તેનો મને આનંદ છે. મીરા એરડાએ સેપાંગ એફ ૧ ઇન્ટરનેશનલ સરકિટમાં રેસ ૧માં ૧૨મો, રેસ ૨માં ૧૩મોં, રેસ૩માં૧૨મો, અને રેસ૪માં સમગ્રતયા ૧૦મો (મહિલાઓમાં પ્રથમ) ક્રમાંક મલેશિયામાં યોજાયેલી એફઆઇએ ફોર્મ્યુલા ૪ એસઇએ ચેમ્પિયનશિપ રાઉન્ડ ૨ માં મેળવ્યો હતો.

(9:40 pm IST)