ખેલ-જગત
News of Thursday, 25th April 2019

૧૬ વર્ષના જેરેમીએ ઉઠાવ્યુ રેકોર્ડ તોડ વજન, તોડ્યો યુથ વર્લ્ડ અને એશિયન રેકોર્ડ

નવીદિલ્હી,તા.૨૫ : ભારતના જેરેમી લાલરિન્નુંગાએ એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયશશિપમાં જોરદાર પ્રદર્શન કરતાં રેકોર્ડ તોડ વજન ઉઠાવ્યું છે. તેણે પુરુષોના ૬૭ કિલો ભા વર્ગની ગ્રુપ બીમં ત્રણ પ્રયાસોમાં ૧૩૦ અને ૧૩૪ કિલો ક્લીન વજન ઉઠાવ્યું. આ કારનામાના કારણે તેણે યૂથ અને વર્લ્ડ અને એશિયન રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો. આ પ્રદર્શનના કારણે તેણે બીજું સ્થાન મેળવ્યું છે.

આ પહેલા પણ આ કેટેગરીમાં રેકોર્ડ જેરેમીના નામે જ હતો. આ વર્ષની શરૂઆતમાં તેણે ૧૩૧ કિલો વજન ઉઠાવ્યું હતું. ૧૬ વર્ષના આ યુવા વેટલિફ્ટરે ક્લીન એન્ડ જર્કમાં બે સફઇ પ્રયાસોમાં ૧૫૭ અને ૧૬૩ કિલો વજન ઉઠાવ્યું. આ વજન તેના શરીરનું બેગણું છે. આ પ્રદર્શન દ્વારા જેરેમીએ કઝાકીસ્તાનના સેખાન તાઈસુયેવના રેકોર્ડને તોડ્યો જેણે ૧૬૧ કિલો વજન ઉઠાવ્યું હતું.

ભારતના જેરેમીએ કુલ ૨૯૭ કિલો વજન (૧૩૪+૧૬૩ કિલો) ઉઠાવ્યું. તેની આગળ પાકિસ્તાનના તલ્હા તાલિબ રહ્યો જેણે કુલ ૩૦૪ (૧૪૦+૧૬૪ કિલો) વજન ઉઠાવ્યું હતું.

(1:55 pm IST)