ખેલ-જગત
News of Thursday, 25th February 2021

બોક્સીંગ: નવીન બુરા સેમિફાઇનલમાં પહોંચ્યો: ભારત માટે મેડલ કર્યું પાક્કું

નવી દિલ્હી: ભારતીય બોક્સર નવીન બુરા (69 કિગ્રા) એ બલ્ગેરિયાના સોફિયામાં ચાલી રહેલી 72 મી સ્ટ્રાન્ઝા મેમોરિયલ ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે સેમિફાઇનલમાં પ્રવેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેણે ભારત માટે મેડલની પુષ્ટિ કરી છે. 2019 ના રાષ્ટ્રીય ચેમ્પિયન નવીને બ્રાઝિલના અરવિઓ એડસનને 5-0થી હરાવીને 69 કિલોગ્રામ વિભાગના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. આ સાથે તેણે દેશ માટે ઓછામાં ઓછું કાંસ્ય પદક મેળવવાની ખાતરી આપી છે. નવીન સિવાય તેની પ્રથમ સિનિયર આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી રહેલા મનજીત સિંહે (91 કિગ્રા) આયર્લેન્ડના ગિટ્ટીસ લિસિન્સકસને 4-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હરિયાણાના બોક્સર મનજીતનો સામનો આજે બીજા રાઉન્ડમાં આર્મેનિયા બીના ગુર્ગન હોવાનિસ્યાન સાથે થશે.

(5:17 pm IST)