ખેલ-જગત
News of Tuesday, 25th February 2020

બાંગ્લાદેશના વિકેટકીપર મુશફિકુર રહીમે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ : સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમ હવે બાંગ્લાદેશ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયા છે. મુશફિકુર રહીમે ઝિમ્બાબ્વે સામે ચાલી રહેલી ટેસ્ટના ત્રીજા દિવસે આ રેકોર્ડ બનાવ્યો હતો  આ મેચ શેર એ બાંગ્લા સ્ટેડીયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન મુશફિકુર રહીમના બેવડી સદી ફટકારવાની સાથે ૭૦ ટેસ્ટમાં તેમને ૪૪૧૩ રન થઈ ગયા છે. મુશફિકુર રહીમના નામે ૭ સદી અને ૨૧ અડધી સદી થઈ ચુકી છે.

તામિમ ઇકબાલે અત્યાર સુધી ૬૦ ટેસ્ટ મેચમાં કુલ ૪૪૦૫ રન બનાવ્યા છે. ત્યાર બાદ આ લીસ્ટમાં શાકિબ અલ હસનનો નંબર આવે છે જેમના ૩૮૬૨ રન છે. તેમને ૫૬ મેચમાં આ કારનામું કર્યું છે. ત્યાર બાદ હબીબુલ બશરનો નંબર આવે છે જેમના નામે ૩૦૨૬ રન છે.

મુશફિકુર રહીમે જણાવ્યું છે કે, 'મારા માટે આ મુશ્કેલ નિર્ણય હતો. માત્ર બેટ્સમેન તરીકે રમવું દબાવપૂર્ણ રહ્યું છે. પરંતુ આ દરમિયાન હું એ કહી શકું છુ કે, જ્યારે મેં રમવાનો નિર્ણય લીધો તો તેનાથી મને મારી બેટિંગમાં ફાયદો મળ્યો. મુશફિકુર રહીમે ૨૦૩ રનની ઇનિંગ રમી હતી.

બાંગ્લાદેશના મુશફિકુર રહીમ ૨૧૬ વનડે, ૮૪ ટી-૨૦ મેચ પણ રમ્યા છે. આ બંને ફ્રોમેટમાં તેમના નામે ૬૧૦૦ અને ૧૨૬૫ રન છે.

(3:40 pm IST)