ખેલ-જગત
News of Tuesday, 25th January 2022

ફૂટબોલ સ્ટેડિયમની બહાર નાસભાગમાં 38 ઘાયલ : 8ના મોત

નવી દિલ્હી: આફ્રિકન કપ ઓફ નેશન્સમાં કોમોરોસ સામે કેમરૂનનો વિજય ઓછો પડ્યો કારણ કે મેચ જોવા માટે સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા. કેમરૂને કોમોરોસને 2-1થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ અકસ્માત સોમવારે રાત્રે થયો હતો. આ અકસ્માત સમયે આ લોકો સ્ટેડિયમમાં ચાલી રહેલી આફ્રિકા કપ ઓફ નેશન્સ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેમરૂનના સેન્ટ્રલ પ્રાંતના ગવર્નર નાસેરી પોલ બિયાએ જણાવ્યું હતું કે ફૂટબોલ ચાહકો સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

 

(5:59 pm IST)